Heart attack/ હૃદયરોગના હુમલા વધતાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1.75 લાખ શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ

Heart attack હુમલા કેસ વધતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય1.75 લાખ શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ ગુજરાતમાં હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યમાં સતત વધી રહેલા Heart attackની ઘટના બાદ રાજ્ય સરકારે શિક્ષકોને તાલીમ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે

ગુજરાતમાં Heart attack હુમલા વધતાં લોકો મોતને ભેટી

ગુજરાતમાં હુમલા વધતાં લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકની ઘટના બાદ રાજ્ય સરકારે શિક્ષકોને તાલીમ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPRની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. આગામી તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Heart attackના હુમલા વધતાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન મેગા તાલીમ કેમ્પ

રાજ્યમાં વધી રહેલા Heart attack રોગના હુમલાના પગલે શાળાઓમાં હૃદયરોગની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPRની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

વધુ વાચો: યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, અલગ અલગ જગ્યાઓથી સામે આવી હાર્ટ એટેકની ઘટના, પરિવાર શોકમગ્ન

37 કોલેજોની પસંદગી કરાઈ

રાજ્યની 37 જેટલી કોલેજોની આ મેગા તાલીમ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. ઇન્ડિયન સોસાયટી એનેસ્થોલિયોજિસ્ટ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સીપીઆર ટ્રેનિંગ યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની પ્રાથમિક શાળામાં 1.69 લાખ શિક્ષકોને 7000 કરતાં વધુ આચાર્યોની તાલીમનું આયોજન કરી દેવાયું છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. CPRની આ તાલીમ શિક્ષકો હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને મદદરૂપ થઈ શકશે. હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Home Page : Clack Hare

Leave a Comment