Indian Railway Recruitment: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશે

Indian Railway Recruitment: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.

Indian Railway Recruitment 2024

Indian Railway Recruitment ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે. Indian Railway Recruitment જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેઓ અધિકૃત વેબસાઈટ nr.indianrailways.gov.in પર જઈને વિગતો જોઈ અરજી કરી શકે છે. આ પદો માટે અરજીપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

પગાર

જે ઉમેદવારોની આ જગ્યાઓ માટે પસંદગી થાય તેમને પગાર તરીકે 7માં સીપીસી મુજબ મેટ્રિક્સ લેવલ 11 હેઠળ 67700 રૂપિયાથી લઈને 208700 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

જે પણ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેમની ઉંમરમર્યાદા અધિકૃત નોટિફિકેશન મુજબ 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

યોગ્યતા

ઉમેદવારો પાસે સંબંધિત વિશેષજ્ઞતામાં એમસીઆઈ/એનબીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. તો જ અરજી કરવા પાત્ર ગણાશે.

રેલવેમાં આ રીતે થશે પસંદગી

Indian Railway Recruitment ઉમેદવારો જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી અધિકૃત નોટિફિકેશન મુજબ વોક ઈન ઈન્ટરવ્યુના આધારે કરાશે.

નોટિફિકેશન અને અરજી લિંક

Char Dham Yatra: હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો, VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર

અન્ય જાણકારીઓ

ઉમેદવારો પોતાના અરજીફોર્મ વિધિવત ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે વોક ઈન ઈન્ટરવ્યુની તારીખે સવારે 8.30 વાગે ઓડિટોરિયમ, પહેલા માળ, એકેડેમિક બ્લોક, ઉત્તરી રેલવે સેન્ટ્રલ હોસ્પિટલ, નવી દિલ્હીમાં પહોંચાડી દે.