Sabka sapna money money : સમજો માસિક રોકાણની ગણતરી, SIPનો આ સિક્રેટ ફોર્મ્યુલા તમારા રુપિયા બનાવી દેશે ડબલ

Sabka sapna money money : તમે 100 રુપિયા જેટલી નાની રકમથી પણ રોકાણની શરુઆત કરી શકો છે. SIPમાં મુખ્ય ફાયદો ચક્રવૃદ્ધિ વ્યાજનો મળે છે.તેની ખાસ વિશેષતા ટોપ અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તેનાથી તમે તમારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની રકમમાં વધારો કરતા જઇ શકો છો. જેનાથી તમારા ભંડોળમાં વધારો થતો જશે.

SIP
SIP

Sabka sapna money money

અત્યારે રોકાણ માટે સૌથી લોકપ્રિય વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડ બન્યો છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક પધ્ધતિ છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં રોકાણ કરવાના અનેક ફાયદા છે. લાંબા ગાળાના રોકાણકારો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ને ખૂબ પસંદ કરી રહ્યા છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી તમે તમારા નાણાંને બમણા પણ કરી શકો છો. જો કે તે માટે રોકાણની ગણતરી સમજવી પડશે.

SIPનો આ સિક્રેટ ફોર્મ્યુલા તમારા રુપિયા બનાવી દેશે ડબલ

SIP દૈનિક, સાપ્તાહિક કે માસિક કરી શકાય છે. તેના માટે તમારે એક નિશ્ચિત રકમનું લાંબા ગાળા માટે રોકાણ કરવાવનું રહેશે. તમે 100 રુપિયા જેટલી નાની રકમથી પણ રોકાણની શરુઆત કરી શકો છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં મુખ્ય ફાયદો ચક્રવૃદ્ધિ વ્યાજનો મળે છે.તેની ખાસ વિશેષતા ટોપ અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તેનાથી તમે તમારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની રકમમાં વધારો કરતા જઇ શકો છો. જેનાથી તમારા ભંડોળમાં વધારો થતો જશે.

તમે SIPમાં નાણાં રોકીને તેને ડબલ કરી શકો છો.અમે તમને તેની ગણતરી સમજાવીશું.તેના માટે તમારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની સાથે ટોપ અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવાની રહેશે.ટોપ-અપ એસઆઈપી દ્વારા તમારા રોકાણમાં થોડો વધારો કરશો તો તેનો ફાયદો જોવા મળશે.

નિયમિત SIPની ગણતરી

નિયમિત સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ગણતરીની વાત કરીએ તો તેના માટે દર મહીને 10,000 રુપિયાની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવાની રહેશે.તમારે સતત 20 વર્ષ સુધી રોકાણ કરવો પડશે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં છેલ્લા ઘણા વર્ષોના ઇતિહાસ પ્રમાણે સામાન્ય રીતે 12 ટકા વળતર મળતુ આવ્યુ છે. ત્યારે 20 વર્ષ સુધીમાં 24 લાખ રુપિયાનું રોકાણ થશે. તો તેમાં 75.91 લાખ વ્યાજ મળે છે. 20 વર્ષ પછી તેનું કુલ મૂલ્ય 99.91 લાખ એટલે કે આશરે 1 કરોડ આસપાસ થશે.

Australia : Foreignerઓની સંખ્યા નિયંત્રિત કરવા બની રહી છે પોલિસી ‘હવે Australia જવું અઘરું પડશે’.

Do this after completing the home loan : loanને બંધ કરાવ્યા બાદ બેંક પાસેથી આ 9 ડોક્યુમેન્ટ્સ પરત લો , નહીં તો સમસ્યા થઈ શકે છે

40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ Tata , ગુજરાત બાદ Tata હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ

ટોપ-અપ SIP ગણતરી

માસિક SIP રોકાણ 10,000 રુપિયા હોય તો તમારે દર વર્ષે ટોપ-અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન 10 ટકા કરવાની રહેશે. રોકાણનો સમયગાળો 20 વર્ષનો જ રહેશે. જે પ્રમાણે રોકાણની કુલ રકમ 68.73 લાખ રુપિયા થશે.તેમાં કુલ 1.30 કરોડ રુપિયા વ્યાજ મળશે. 20 વર્ષ પછી તેનું કુલ મૂલ્ય 1.99 રુપિયા લાખ એટલે કે આશરે 2 કરોડ રુપિયા થશે.

શું છે નિષ્ણાતોનો મત?

નિષ્ણાતોના મતે ટોપ-અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ એક સરસ સાધન છે. તે તમારા રોકાણના વળતરને અનેકગણું વધારી શકે છે. જો તમે ઓછા વેતનમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કરી હોય તો થોડા વર્ષોમાં વેતન વધતા SIPની રકમ પણ વધારવી જોઇએ.ટોપ એપ એસઆઈપી દ્વારા રોકાણના ધ્યેયને વહેલી હાંસલ કરી શકાય છે.

Leave a Comment