Smart Meter Protest: ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટર

Smart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ

Smart Meter Protest

ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાડવાનો નિર્ણય તો કર્યો છે. પરંતુ આ મીટરો લોકોના માટે માતાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. શરૂઆતમાં જ લોકોના વીજબિલ વધુ આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી રહી છે. જે ઘરનો વીજ વપરાશનું બિલ બે મહિનાનું બે હજારની આસપાસ આવતું હતું. તેણે ૧૫ જ દિવસમાં એક હજાર કરતાં વધુનું રિચાર્જ પૂરું થઇ ગયાનો અનુભવ થઇ રહ્યો છે. જેથી સ્માર્ટ વીજ મીટર લગાડયા બાદ વીજ ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા સ્માર્ટ રીત અપનાવી હોવાનો સૂર ઉઠ્યો છે. આ કારણે Smart Meter Protest ગુજરાતના અનેક શહેરોમાં તેનો વિરોધ ઉઠ્યો છે. ત્યારે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

સરકારી ઓફિસોમાં લગાવાશે સ્માર્ટ મીટર

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે.

આખરે સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ?

Smart Meter Protest ઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

Jio Plan: જિયોનો સુપરહિટ 30 દિવસની વેલિડિટીવાળો પ્લાન, મન ભરીને વાપરો ડેટા, કોલિંગનો પણ લાભ

વડોદરામાં સ્માર્ટ મીટરના ઈન્સ્ટોલેશન પર બ્રેક લાગી

Smart Meter Protest વડોદરામાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ બાદ આખરે સ્માર્ટ મીટર લગાવવા પર MGVCL એ બ્રેક લગાવી છે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના વિરોધ બાદ તંત્ર દ્વારા હંગામી નિર્ણય લેવાયો છે. ફરિયાદ કરનારને ત્યાં ચેક મીટર લગાવી હકીકત જાણાવવામાં આવશે. સાથે જ સામેથી કહેનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે.