40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ Tata , ગુજરાત બાદ Tata હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ

40 thousand crore investment Tata : અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ થોડા માસ પહેલા સાણંદમાં નવી એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાના નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો છે. માઈક્રોન ટેક્નોલોજીએ અંદાજે 22,500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા ચિપ એસેમ્બલી અને ટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Tata

40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ Tata

ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે એક અરજી સબમિટ કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ X પર એક પોસ્ટ શેર કરીને આ પ્લાન્ટ સ્થાપવા અંગેની જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, ટાટા ગૃપનો આ સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ આસામ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી

આસામના મુખ્યપ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે, ટાટા ગૃપે આસામમાં 40,000 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સાથે સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી આપી છે

, જે આવનારા ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થશે. અમારા રાજ્યમાં પરિવર્તન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિરંતર માર્ગદર્શન આપવા માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

માઈક્રોન ટેક્નોલોજીએ નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો

અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ થોડા માસ પહેલા સાણંદમાં નવી એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાના નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો છે. માઈક્રોન ટેક્નોલોજીએ અંદાજે 22,500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા ચિપ એસેમ્બલી અને ટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. માઈક્રોન બે તબક્કામાં પ્લાન્ટ બનાવવા માટે 82.5 કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. આ સિવાય બાકી રહેતું રોકાણ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

સરકાર દેશને સેમિકન્ડક્ટર હબ બનાવવા માંગે છે

કેન્દ્ર સરકાર દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવા માંગે છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ભારતે સેમિકન્ડક્ટર હબ બનવા માટે તેની યાત્રા શરૂ કરી છે. સેમિકન્ડક્ટરની વધતી માગને લઈ પહોંચી વળવા ભારતને ટૂંક સમયમાં 5 લાખ કરોડ રૂપિયાની ચિપ્સની જરૂરિયાત રહેશે.

‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’, Motivational Speaker Sandeep Maheshwariનો 1 ચોંકાવનારો મોટો ખુલાસો

Ram Mandirની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા TV પર શરુ થશે Ramayana, જાણો કોને મળ્યો રામ- સીતાનો રોલ

PMAYG : વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય

અગત્યની લિંક

Leave a Comment